મોરબી : JEE અને NEETની પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમ્યાન NSUIનાકાર્યકરોની અટકાયત

- text


મોરબી : કોરોના મહામારીને કારણે હાલ તમામ શિક્ષણિક ગતિવિધિઓ સ્થગિત કરાઈ છે ત્યારે JEE અને NEETની પરીક્ષાઓ લેવાવાની જાહેરાતના સંદર્ભમાં પરીક્ષા મોકૂફ રાખવાની માંગણીને લઈને મોરબી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચતા તમામની અટકાયત કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, એન.એસ.યુ.આઈ. નેતા ભાવનીક મુછડીયા, પ્રીત ચાવડા (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ), કે.ડી. બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના કાર્યકરો JEE અને NEETની લેવાનાર પરીક્ષાને મુલત્વી રાખવાની માંગણી સાથે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચતા 20થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવાનું જણાવી પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે આજે સમગ્ર રાજ્યમાં તમામ શહેરો અને જિલ્લા મથકોએ ઉક્ત પરીક્ષાઓ મોકૂફ રાખવા અને શાળાઓમાં 6 માસની ફી માફીની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

- text