મોરબી જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં ભરાયેલ પાણીના નિકાલ અને રસ્તાઓના રીપેરીંગ માટે રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને અને રોડ-રસ્તાઓના રીપેરીંગ માટે બાંધકામ શાખાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ગત તા. 23,24 ના રોજ ભારે વરસાદ પડેલ હતો. તે વરસાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આરોગ્ય શાખાની સામેના કમ્પાઉન્ડમાં ગોઠણ સુધી પાણી ભરાઇ ગયેલ છે. કર્મચારીઓ માટે બાથરૂમમાં જવા માટે પણ ત્યાથી જ રસ્તો નિકળે છે. જે હાલ સદતંર બંધ છે. પાણી ભરાયાના પાંચ દિવસ વિતી ગયા છતા કમ્પાઉન્ડમાં પાણી જેમનુ તેમ જ છે. જેથી, પદાઅધિકારી, અધિકારી અને કર્મચારીઓ માંદગીના ભરડામાં ધસી પડવાની મોટી ભીતી સેવાય તેમ છે. હાલમાં કોરોનાનો પણ કહેર યથાવત છે ત્યારે જીલ્લા પંચાયતમાં જ જો આવી પરિસ્થિતી હોય તો મોરબી જિલ્લાના ગામડાઓમાં કેવી ભયંકર પરિસ્થિતી હશે તે સ્પષ્ટ ફલીત થાય છે. આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને તેમના વિસ્તાર કે ઘરની આજુબાજુમાં પાણીના ખાડા કે ખાબોચીયા ન ભરાય, તેવી તકેદારી રાખવા તેમજ જો પાણી ભરાયા હોય તો ત્યા દવા છટકાવ કરવા માહિતગાર કરવામાં આવે છે અને આરોગ્ય તંત્ર દ્વારા દવા છંટકાવ કરવાની કામગીરી પણ કરવામાં આવે, તેવી જોગવાઇ છે. પરંતુ તે કઇ જ થતું હોય તેવું જણાતું નથી. આમાં આરોગ્ય તંત્રની સદંતર નિષ્ફળતા સાબીત થાય છે. તો આ કામગીરી દિવસ-2 માં પુર્ણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, મોરબી જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં જીલ્લા પંચાયતમાં આવતા રોડ-રસ્તા, પુલ તેમજ નાના-મોટા નાલા બનાવવામાં આવેલ છે. તેમજ તેનો ગેરંટી સમય કેટલો છે તેમજ તે પૈકી કેટલા ડેમેજ થયેલ કે તુટી ગયેલ છે તેની વિગતો આપવાની અપીલ છે તેમજ હાલ સમગ્ર મોરબી જિલ્લામાં ફકત બે દિવસના વરસાદમાં ઉકત મુજબના તમામ કામોમાં ભયંકર ગેરરીતી થયેલ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં ગેરેંટી પિરીયડ બાકી હોઇ અને સમારકામ કરેલ ન હોય તેવી એજન્સીઓને નોટીસો બજાવી અને આવતા એક સપ્તાહમાં તમામ સમારકામો કરી આપવા અને જો એજન્સીઓ તરફથી કોઇ કાર્યવહી કરવામાં ન આવે તો સેહસરમ રાખ્યા વગર જે તે એજન્સીને બેલ્કલીસ્ટ જાહેર કરવાની કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે.

- text