વવાણીયા ગામ પાસે ત્રણ દિવસ પેહલા હોકરામાં તણાઈ ગયેલા યુવાનની લાશ મળી

- text


દરગાહે જતા યુવાનના મૃત્યુથી ભારે ગમગીની છવાઈ

માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે ત્રણ દિવસ પહેલા વધુ વરસાદના કારણે ગામ નજીક પસાર થતા હોકરામાં આવેલા પાણીના વહેણમાં યુવાન તણાઈ ગયો હતો. આજે આ યુવાનની લાશ મળતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

- text

માળિયા મીયાણાના વવાણીયા ગામે રહેતા સલીમ ઉમરભાઇ સૈચા પોતાના નિત્ય ક્રમ અનુસાર દરરોજ ગામનાં હોકરાના સામે કાંઠે આવેલ દરગાહે દરરોજ સાંજે જતો હતો પણ ત્રણ દિવસ પહેલા આવેલ વધુ વરસાદ ના કારણે હોકરામા પાણીનું વહેણ વધુ હોવાના કારણે તણાય જતા ત્રીજા દિવસે એમની લાશ હોકરા માંથી મળી આવી હતી.

વવાણીયા ગામે આવેલ હોકળોમાથી દસ બાર ગામડાના સિમાડાના પાણી તે હોકરા મારફતે દરીયાઈ માર્ગે સમાય જતા હોય છે જેમાં વધુ પાણી આવી જતા યુવાન તણાયો હતો ભારે શોધખોળના અંતે ત્રણ દિવસે લાશ મળી આવતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી

- text