ઇ-ગુજકોપની મદદથી સરાહનીય કામગીરી કરનાર એ ડિવિઝન પોલીસ કર્મચારીનું સન્માન

- text


જુલાઈ માસમાં ઘરફોડીનો ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી બદલ એ ડિવિજન પોલીસ કોન્સ.ને રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ-કોપ એવોર્ડ એનાયત કરાયો

મોરબી : ઇ-ગુજકોપની મદદથી ગુનાઓના ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી કરનાર રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ.કોપ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીમાં જુલાઈ માસ દરમિયાન ઘરફોડ ચોરીનો ઇ-ગુજકોપની મદદથી ભેદ ઉકેલીને સરાહનીય કામગીરી કરનાર એ ડિવિજનના પોલીસ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જે બદલ મોરબી એ ડિવિજનમાં પોલીસ બેડામાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

- text

મોરબી શહેરમાં ગત જુલાઈ માસ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં 14 તોલા સોનુ મળીને કુલ રૂ.7.25 લાખના મુદામાલની ઘરફોડ ચોરી થઈ હતી.આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે એ ડિવિઝન પોલીસ સક્રિય થઇને સઘન તપાસ ચલાવી હતી.ખાસ કરીને ગુનાનાઓના ભેદ ઉકેલવા માટેની મહત્વની કડીરૂપ ટેકનોલોજીની ઇ-ગુજકોપનો ઉપયોગ કરીને મોરબી એ ડિવિઝનના ટેકનોલોજી વિભાગના પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઈ જેસંગભાઈએ આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી કરવામાં મહતવીની ભૂમિકા અદા કરી હતી.અને ઘરફોડ ચોરી થયાના થોડા સમયમાં આ બનાવના મૂળ સુધી પહોંચીને પોલીસે આરોપીને ઝડપી લઈને તમામ ચોરાઉ મુદ્દામાલ રિકવર કર્યો હતો.તેથી ઇ-ગુજકોપની મદદથી આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી કરવા બદલ મોરબી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઈ જેસંગભાઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ઇ કોપ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text