અમરસર ફાટક નજીક કારચાલકે ટ્રાઇસિકલને ઠોકર મારતાં એકનું મોત, એક ગંભીર

- text


કારચાલક ફરાર, ટ્રાઇસિકલ પર બે ફકીરો સવાર હતા

વાંકાનેર : વાંકાનેરના અમરસર ફાટક નજીક રાજકોટ ડેરી પાસે વાંકાનેર તરફ ટ્રાઇસિકલમાં આવતાં બે ફકિરને વાંકાનેરથી રાજકોટ તરફ જતી કારે ઠોકર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના કુવાડવા રોડ પર આવેલ રાજકોટ ડેરીના પ્લાન્ટ પાસે એક બ્રેઝા કારે રોંગ સાઈડમાં આવી ટ્રાઇસિકલ પર આવતાં બે ફકીરોને ઠોકર મારીને ભાગી છૂટ્યો હતો. આ કાર વાંકાનેરથી રાજકોટ તરફ જતી હતી. કારની ઠોકર લાગતા એક ફકીરનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને એક વ્યકિતને ગંભીર ઇજા પહોંચી છે. તેમને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

- text

- text