મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાનો ધરાશાઈ : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

- text


મોરબી : સતત વરસતા વરસાદ અને ઉપરવાસમાંથી છોડતા પાણીને કારણે મોરબી જીલ્લાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી મિલકતો અને ઘરવખરીની નુકશાનીના અહેવાલો સતત મળી રહ્યા છે.

ત્યારે મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાનો ધરાશાઈ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક મકાન પડું પડુંની સ્થિતિ હોય સ્થાનિકો દ્વારા સાવચેતી રખાઈ રહી છે. માણેકવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘસી આવતા જર્જરિત અને કાચા મકાનો પર જોખમ ઉભું થયું છે. જે પૈકીના બે મકાનો તૂટી પડ્યા છે. હાલ વરસાદ સતત ચાલુ હોય ગામમાં લોકોને સાવચેત કરાયા હોવાનું ઉપ સરપંચ યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text