મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાયા છતાં વિદ્યાર્થીઓએ હોંશભેર કેન્દ્ર પહોંચીને ગુજકેટની પરીક્ષા આપી

- text


 

એક કેન્દ્રના પટાંગણમાં ગોઠણડૂબ પાણી ભરાયા, પીપળીયા ચાર રસ્તા તરફથી અમુક છાત્રો ટ્રેકટર પર બેસી પરીક્ષા આપવા પહોંચ્યા

મોરબી : મોરબીમાં ગુજકેટની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું જ વિદ્યાર્થીઓ માટે કઠિન પરીક્ષા સાબિત થયું હતું. એક કેન્દ્રમાં તો ગોઠણ ડૂબ પાણી ભર્યા હોય વિદ્યાર્થીઓ છતાં આવી પરિસ્થિતિમાં પરિક્ષા આપવા મજબુર બન્યા હતા.

મોરબીમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 2179 છાત્રોમાંથી 1819 છાત્રોએ પરીક્ષા આપી હતી. જ્યારે 360 છાત્રો ગેરહાજર રહ્યા હતા. બીજા સેશન જીવ વિજ્ઞાનમાં 1293 છાત્રોએ પરીક્ષા આપી હતી. 224 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ત્રીજા સેશન મેથ્સમાં 523 છાત્રોએ પરીક્ષા આપી હતી. 140 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જો કે એક તરફ આકાશી આફતે જન જીવન ખોરવી નાખ્યું હોય તેવામાં પરીક્ષા આપવા જવું વિદ્યાર્થીઓ માટે કપરું સાબિત થયું હતું.

- text

શહેરમાં ઠેર ઠેર પાણી ભર્યા હોય કેન્દ્ર સુધી પહોંચવું છાત્રો માટે મુશ્કેલ બન્યું હતું. પીપળીયા ચાર રસ્તા પાસે પાણી વધુ ભર્યું હોય વિદ્યાર્થીઓએ ટ્રેકટર પર બેસી રસ્તો પસાર કર્યો હતો. જ્યારે શહેરની સેન્ટ મેરી સ્કૂલના પટાંગણમાં ગોઠણડૂબ પાણી ભર્યા હોય આ પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા વર્ગખંડમાં પહોંચ્યા હતા.

- text