રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ગરીબ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણા દિવસ હેઠળ લીલાપર રોડ ઉપર વિદ્યુત સ્મશાનની સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં તેમજ પ્રધાનમંત્રી આવાસમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને અમૂલ દૂધ, પાર્લે બિસ્કીટ તેમજ મિક્સ ચવાણુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમા રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ), હરીશભાઈ શેઠ, રાજવીર સિંહ સરવૈયા, સંજયભાઈ છનીયારા, તેમજ પિયુષભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રોજેક્ટ માટે ડોનેશન અદનાનભાઈ ભારમલના પુત્ર મુફ્દ્દલ ભારમલ તરફથી એમના જન્મદિનની ઉજવણી નિમિતે આપવામાં આવ્યું હતું.

- text

- text