ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ

- text


મોરબીની યુ. એન. મહેતા કોલેજના કેન્દ્ર પરથી વધુ માહિતી મેળવી શકાશે

- text

મોરબી : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જુલાઇ-2020ના એડમિશન શરૂ થઇ ગયેલ છે. જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2020 છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સેન્ટર છેલ્લા 10 વર્ષથી યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં ચાલી રહ્યું છે. જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા બી.એ., બી.કોમ., બી.પી.પી. તથા સી.એફ.એન. જેવા કોર્સ કરવાની સવલત પૂરી પાડે છે. વધુ માહિતી માટે વોટસએપ નંબર-94285 08704 પર વોટસએપ કરીને માહિતી મંગાવી શકાશે. કેન્દ્ર દર રવિવારે 3 થી 6 યુ. એન. મહેતા આર્ટસ કોલેજ-મોરબીમાં (નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે) ખુલ્લુ રહેશે. તેમ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજ-મોરબીના આચાર્ય ડો. એલ. એમ. કંઝારિયા અને કે.આર. દંગીની યાદીમાં જણાવ્યું છે.

- text