કડીયાણા ગામે બપોર બાદ દુકાનો બંધ રહેશે: ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય

- text


 

હળવદ પંથકમાં કોરોનાના વધતા કેસને લઈને સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે

હળવદ: હળવદ તાલુકાના કડિયાણા ગામે ગ્રામ પંચાયત દ્વારા હળવદ પંથકમાં વધતા કોરોનાના કેસ ને લઈને એક સરીનિય નિર્ણય કરાયો છે જેમાં આથી એટલેકે તારીખ ૧૫ થી ૨૨ તારીખ સુધી ગામની જાહેર જગ્યા ઉપર આવેલી તમામ દુકાનો સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનું જણાવાયું છે.

હળવદ પંથકમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જો કે પાછલા થોડા દિવસોથી હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેને કારણે ઘણી બધી ગ્રામ પંચાયતો દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા અનેક અસરકારક નિર્ણયો લેવામાં પણ આવ્યા છે ત્યારે હળવદ તાલુકાનાં ચરાડવા ગામ ની નજીક આવેલા કડિયાણા ગામે આજે ગ્રામ પંચાયત દ્વારા ગામની જાહેર જગ્યા ઉપર ની દુકાનો સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

- text

ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આથી એટલે કે ૧૫ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધી કડીયાણા ગામે આવેલ ચાની લારીઓ,નાસ્તાની લારીઓ,પાનના ગલ્લાઓ તેમજ લાગતી વળગતી તમામ દુકાનો સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવા જણાવાયુ છે.

જેમાં દરેક ગ્રામજનોએ સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે સાથે-સાથે ગ્રામ પંચાયત દ્વારા એ પણ જણાવાયું છે કે ગામમાં બહારગામથી આવતા લોકો સાથે ગામના લોકો સાવધાનીથી વર્તે તે પણ જરૂરી છે.

- text