મોટી વાવડીમાં ભારે વરસાદના પગલે ગામના જોડતા રસ્તાઓ થયા બ્લોક

- text


મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે તા. 13ના રોજ મોટી વાવડી ગામમાં સવારથી સતત વરસાદ ચાલુ છે. સતત વરસાદના પગલે ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. આ અગે મોટી વાવડી ગામના કૃષ્ણરાજસિંહ જાડેજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે ભારે અને સતત વરસાદના કારણે ખાસ કરીને મોટી વાવડીનો મોરબી શહેર તરફ જવા માટેનો રસ્તા ઉપરના નાલા ઉભરવાથી રસ્તો બ્લોક થઇ ગયો છે. રસ્તા પર રાહદારીઓ કે વાહનચાલકો પસાર થઇ શકે તેમ નથી. તે હદે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. આ રીતે જો હજુ પણ વરસાદ એકાદ કલાક સુધી ચાલુ રહ્યો તો વરસાદના રસ્તા પરના પાણી ઘરમાં આવી જવાની ભીતિ છે. આવી પરિસ્થિતિમાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

- text