મોરબીના રાજકુમારી હર્ષદદેવી(પૂર્ણા બાપા)નું સિંગાપુરમાં હાર્ટ એટેકથી નિધન 

- text


મોરબી પંથકમાં શોકનું મોજું : મોરબી રાજવી પરિવાર શોકાતુર

મોરબી : મોરબીના મહારાજા સ્વ.મહેન્દ્રસિંહજી અને વિદ્વમાન રાજમાતાશ્રી વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબીના સુપુત્રી મહારાજ કુમારી હર્ષદદેવી(પૂર્ણા બાપા)નું શ્રાવણ વદ, સાતમને મંગળવાર, તારીખ ૧૧/૦૮/૨૦૨૦ના રોજ સિંગાપુરમાં હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષી બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જ્યારે ટેલિફોનિક બેસણું તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે 11 થી 01 અને સાંજે 5થી 6 વાગ્યે રાખવામાં આવ્યા હોવાનું રાજપરિવાર વતી મહારાજ કુમારી સાહેબા રૂક્ષ્મણીદેવી(મીરાબાપા) દ્વારા એક યાદી માં જણાવાયેલ છે.

- text

મોરબીના રાજકુમારી હર્ષદદેવી(પૂર્ણા બાપા)ના દુઃખદ નિધનના પગલે સમગ્ર મોરબી રાજવી પરિવાર અને મોરબી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્વ.હર્ષદદેવી મોરબી પંથકમાં પૂર્ણા બાપાના નામથી જાણીતા હતા અને તેઓશ્રીના મિલનસાર, ઋજુ સ્વભાવ અને ઇતિહાસ તેમજ મોરબી પ્રત્યેની આગવી લાગણી અને નાનામાં નાના માણસ પ્રત્યે આત્મીયતા સાથે દરેક સાથે તેઓ ના અંતરંગ સ્નેહ સબંધ અને દરેકની વ્યક્તિ ગત અંગત દેખરેખની ભાવનાથી, તેઓ નાનામાં નાના માણસમાં લોકપ્રિય હતા. રાજકુમારી હર્ષદદેવીના નિધનથી મોરબી રાજવી પરિવારમાં પૂરી ના શકાય તેવી ખોટ સર્જાય છે.

- text