જાણો.. આવતીકાલ બોળ ચોથથી નંદોત્સવ સુધીના વિવિધ તહેવારોનું શુભ મુહૂર્ત

- text


મોરબી : તહેવારોના માહોલમાં ઘણા લોકોના પ્રશ્નો છે સાતમ આઠમની ઉજવણી કેમ કરવી? શ્રાવણ માસમાં જન્માષ્ટમી ઉત્સવને લઈ ઘણા પ્રશ્નો છે, પણ શ્રાવણ વદ ૮, રોહિણી નક્ષત્રને ધ્યાનમાં રાખી સ્માર્ત મતાનુસાર અર્ધ રાત્રીનાં અષ્ટમીનો સ્પર્શ થતો હોય તો સ્વીકૃત કરે છે, જ્યારે વૈષ્ણવમત, નિમ્બાર્ક પરંપરા સપ્તમીનો થોડો પણ સ્પર્શ તે દિવસે થતો હોય તો અષ્ટમી બીજા દિવસે સ્વીકારે છે. ઉદય વ્યાપીની અષ્ટમી માને છે એટલે કે સૂર્યોદયમાં જેથી હોય અને માત્ર બે ઘડીથી વધારે હોય.

તેથી, રોહિણી નક્ષત્રની છાયા તા.૧૨/૦૮/૨૦ બુધવારે રાત્રે હોવાથી તથા શ્રીકૃષ્ણ જન્મભૂમિ સઁસ્થાન મથુરામાં, જ્યાં જન્મ થયો ત્યાં પણ તા.૧૨/૦૮/૨૦ ના રોજ મનાવે છે, શિવરાત્રીનો નિર્ણય કાશીથી, રામનવમી અયોધ્યાથી, જન્માષ્ટમી મથુરાથી નિર્ણય ગ્રાહ્ય છે, માટે જન્માષ્ટમી તા.૧૨/૦૮/૨૦ ના રોજ યોગ્ય ગણશો, દ્વારકા આદિમાં પણ તા. ૧૨/૦૮/૨૦ ના દિવસે છે. બીજું સપ્તમી મધ્યવ્યાપિની ગ્રાહ્ય ગણાય એટલે કે બપોરના ભાગમાં આવતી હોય તે માટે મધ્યાહ્ન સમયે સપ્તમીનો ભાગ હોવાથી તા.૧૦/૦૮/૨૦ નાં સપ્તમી મધ્યાહ્ને રહેવાથી શીતળા સાતમ ત્યારે મનાવાશે. અને વચ્ચેનો દિવસ વૃદ્ધિ દિવસ એટલે એમ ગણીને શ્રીકૃષ્ણ આગમનની પૂર્વ તૈયારી અર્થાત ઉપાસ્ય દિવસ ગણવો.

- text

શ્રાવણ વદ ૪ બોરચોથ ૭/૮/૨૦૨૦ શુક્રવાર
શ્રાવણ વદ ૫ નાગપંચમી ૮/૮/૨૦૨૦ શનિવાર
શ્રાવણ વદ ૬ રાંધણ છઠ્ઠ ૯/૮/૨૦૨૦રવિવાર
શ્રાવણ વદ ૬/૭ સોમવાર તા.૧૦/૦૮/૨૦ શીતળા સાતમ.(ચૂલા ઠારવા માટે)
શ્રાવણ વદ ૭ મંગળવાર તા.૧૧/૦૮/૨૦ વૃદ્ધિ દિવસ.
શ્રાવણ વદ ૮ બુધવાર તા.૧૨/૦૮/૨૦ જન્માષ્ટમી.
શ્રાવણ વદ ૯ ગુરુવાર તા.૧૩/૦૮/૨૦ નંદોત્સવ.

પૂજ્ય આચાર્યશ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય વસ્તુવિદ્દ વાસ્તુશાસ્ત્રી સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી

- text