મોરબી જિલ્લામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ : અનેક સ્થળોએ નુકસાની

- text


 

જેતપર- પીપળી રોડ પર અનેક ફેકટરીના પતરા ઉડ્યા, શાપર પાસે બૅથી ત્રણ વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સમજમાં અરસામાં મેઘરાજા અચાનક જ તૂટી પડ્યા હતા. સાથે વાવાઝોડું પણ હોય અનેક સ્થળોએ નુકસાન સર્જાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને માળિયામાં આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા આ વરસાદે અનેક સ્થળોએ નુકસાન પણ સર્જ્યું હતું. જેમાં સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા અનુસાર જેતપર પીપળી રોડ પર અનેક ફેકટરીઓના પતરા ઉડી ગયા હતા.

- text

આ સાથે શાપર પાસે બેથી ત્રણ વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text