મોરબીમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ

- text


 

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે લોકોની જાગૃતિ જ એક માત્ર બચવાનો ઉપાય હોય જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. જેમાં એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ અને બી ડિવિઝન પીઆઇ પંડ્યાની ટિમ જોડાઈ હતી.

- text