રવિવાર(5.20pm) : હળવદમાં વધુ 2 અને વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો, આજના કુલ કેસ થયા 15

- text


મોરબી જિલ્લાનો કોરોના કેસનો કુલ આંકડો થયો 117

વાંકાનેર, હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે. આજે રવિવારે સવારે 9 અને 4 વાગ્યે 3 કેસ બાદ પાંચ વાગ્યા બાદ વધુ 3 કેસ સામે આવ્યા છે. જેમાં અત્યારે પાંચ વાગ્યા બાદ હળવદમાં 2 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે આજે રવિવારના કુલ કેસ 15 અને મોરબી જિલ્લાના કુલ ટોટલ કેસનો આંકડો 117 થઈ ગયો છે.

રવિવારે સાંજે પાંચ વાગ્યા પેહલા 12 કેસ નોંધાયા હતા અને પાંચ વાગ્યા બાદ વધુ 3 કેસ સામે આવ્યા છે. જેમાં હળવદના જુના ધનાળા ગામે અગાવ પોઝિટિવ આવેલા વિભાભાઈ રબારીના પત્ની જીલુબેન વિભાભાઈ રબારી(ઉ.50) અને તેમના પુત્ર સંજયભાઈ વિભાભાઈ રબારી(ઉ.30)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે વાંકાનેરમાં પણ સાંજે પાંચ વાગ્યા બાદ વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં વાંકાનેર શહેરની ઝાંપાશેરીમાં રહેતા પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75)નો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

અત્યારે સાંજે પાંચ વાગ્યા બાદ આવેલા હળવદના 2 અને એક વાંકાનેરના કેસ સાથે આજ રવિવારના કુલ કેસ 15 થઈ ગયા છે. અને મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 117 થઈ ગયો છે.

12 જુલાઇ રવિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત..

1) મોરબી શહેર, કડીયા કુંભાર શેરી : વ્યોમેશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48

2) મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ : મનહરભાઈ ઝાલરીયા ઉ.56,

3) મોરબી શહેર, પોલીસ લાઈન : પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54,

4) મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી : ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45

- text

5) મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે : ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,

6) વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી : દિલનવાઝ અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61

7) ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે : હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી

8) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : મનસુખભાઇ ભાડજા ઉ.58

9) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54

10) મોરબી શહેર, રવાપર રોડ, પ્રાણનગર, અશોક કુંજ-2 : જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60)

11) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57)

12) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55)

13) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : જીલુબેન વિભાભાઈ રબારી (ઉ.50)

14) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : સંજયભાઈ વિભાભાઈ રબારી (ઉ.30)

15) વાંકાનેર શહેર, ઝાંપાશેરી : પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text