મોરબી જિલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે દિવસભર છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે.મોરબી જિલ્લામાં આજે બપોર પછી વરસાદ પડ્યો હતો.પરંતુ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે આજે 6 વાગ્યા સુધીમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે આજે 6 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદના આકડા મુજબ મોરબીમાં 6 મીમી ,વાંકાનેરમાં 5 મીમી અને ટંકારામાં 5 મીમી વરસાદ પડ્યો હતો.જોકે માળીયા અને હળવદમાં વરસાદ નોંધાયો ન હતો.હાલ મોરબી જિલ્લામાં વરસાદનો વિરામ છે.

- text