મોરબી : ઘર પાસેની કુંડીમા એઠવાડો નાંખવાની કેમ ના પાડે છે તેમ કહી યુવાન પર હુમલો

- text


પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિજને ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં ઘર પાસે રાખેલ એઠવાડાની કુંડીમા એઠવાડો નાંખવાની કેમ ના પાડે છે, તેમ કહી યુવાન ઉપર પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિજને ફરિયાદ નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક અંદર આવેલ સ્વાતિ પાર્ક ન્યુ એમ સ્કુલવાળી શેરીમાં રહેતા વિશાલભાઇ મહેન્દ્રભાઇ ગોહીલ (ઉ.વ. ૩૦) એ સાગરભાઇ ભાઇલાલભાઇ, સારંગભાઇ ભાઇલાલાભાઇ, કરણભાઇ, હર્ષદભાઇ (રહે- તમાંમ મોરબી, વાવડી રોડ, ઉમિયા પાર્ક અંદર સ્વાતિપાર્ક, ન્યુ એમ સ્કુલવાળી શેરી) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૪ના રોજ ફરીયાદી તથા આરોપીઓ આજુ બાજુમા રહેતા હોય અને ફરીયાદીના ઘર પાસે એઠવાડો નાંખવાની કુંડી આવેલ હોય, જેમા આરોપીઓની પત્નીઓ એઠવાડો નાંખતા હોય. જેથી, ફરીયાદની પત્નીએ એઠવાડો નાંખવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તારી પત્ની તારા ઘર પાસે રાખેલ એઠવાડાની કુંડીમા એઠવાડો નાંખવાની કેમ ના પાડે છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી આ ચારેય આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારવા માર્યો હતો અને ફરીયાદીને ગુપ્ત ભાગે બે ત્રણ પાટુનો માર મારી આ ચારેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text