લ્યો બોલો..સરકારી ખુરશીનો આ રીતે પણ ઉપયોગ થઈ શકે!

- text


મોરબી : સામાન્ય રીતે કોઈપણ ખુરશીનો બેસવા તરીકે ઉપયોગ થાય છે.એમાં પણ સરકારી ખુરશીનું મહત્વ ખૂબ જ વધી જાય છે. ત્યારે મોરબીમાં ઉલટી ગંગા જોવા મળી છે. જેમાં મોરબી તાલુકા સેવાસદનની સિંચાય વિભાગની સરકારી કચેરીમાં ખુરશીનો બેસવાના બદલે માલની હેરફેરમાં ઉપયોગમાં લેવાય છે. જેમાં સરકારી દસ્તાવેજો ભરેલું પોટલું ઊંચકી જવામાં ભાર લાગતો હોય તેમ આ મહાશય ત્રણ ચાર સરકારી ફાઈલો ભરેલું પોટલું ખુરશીમાં રાખીને લઈ જતો આ તસવીરમાં દેખાય છે. સરકારી ખુરશીઓના આ રીતે ઉપયોગ થતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text