હળવદ : બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


હળવદ : હળવદમાં સામાન્ય બાબતે થોડા દિવસો પહેલા બે પરિવારો વચ્ચે માથાકુટ થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી જતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બનાવ અંગે અગાઉ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી જયંતીભાઈ ગણેશભાઈ પરમાર (ઉ.વ.૪૩, રહે હળવદ) વાળાએ આરોપીઓ જીવણભાઈ મગનભાઈ પરમાર, નટુભાઈ ડુંગરભાઈ પરમાર, નાનજીભાઈ ડુંગરભાઈ પરમાર, મહેશભાઈ મગનભાઈ પરમાર, શીવુબેન ડુંગરભાઈ પરમાર, કંચનબેન નટુભાઈ તથા જયાબેન નાનજીભાઈ પરમાર (રહે. બધા હળવદ) વાળાઓ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩૦ના રોજ આરોપીઓએ લોખંડના પાઈપ તથા તલવાર તથા લાકડી જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદીએ આરોપીને તેની બોલેરો ગાડી ફરીયાદીના ઘર પાસે પાર્ક કરવાની ના પાડતા જેનુ મનદુખ રાખીને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને લોખંડના પાઈપ વડે માર મારી ઈજાઓ કરી તેમજ સાહેદ મહેદ્રભાઈને તલવારનો વાસાના ભાગે ઘા મારીને ઈજાઓ કરી તથા સાહેદ મંજુલાબેનને પથ્થરોના છુટ્ટા ઘા મારીને મુઢ ઈજા કરી તથા છુટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text