ટેકાના ભાવે ચણાની બંધ થયેલી ખરીદી ફરી શરૂ કરવા ઉઠતી માંગ

- text


મોરબી : મોરબી, માળીયા મી., ટંકારા તથા વાંકાનેર તાલુકામાં ખેડૂતો પાસેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેમાં અચાનક રોક લગાવી દેવામાં આવતા રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા હજારો ખેડૂતો ચણા વેંચવાથી વંચિત રહી ગયા છે. જેના માટે રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી, માળીયા મી, ટંકારા અને વાંકાનેર તાલુકામાંથી કુલ 5500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી મોરબી ખાતે 590, ટંકારા ખાતે 273 ખેડૂતોને બોલાવીને ચણાની ખરીદી કરવામાં આવી હતી. જો કે અચાનક સરકાર દ્વારા ચણાની ખરીદી બંધ કરવામાં આવતા 4700 ખેડૂતો ચણા વેંચવાથી વંચિત રહી ગયા છે. આ બાબતે મોરબી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મોરબીના ચેરમેન મગનલાલ વડાવીયાએ કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા, રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ તથા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી બાકી રહી ગયેલા ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની રજુઆત કરી છે.

- text