મોરબીમાં દંપતીએ ફેરિયાઓને માસ્કનું વિતરણ કરી સગાઈની વર્ષગાંઠ ઉજવી

- text


મોરબી : હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. તેવામાં આ મહારોગથી બચવા દરેક નાગરિક માસ્ક પેહરે તે ખાસ જરૂરી છે. એવામાં મોરબી જિલ્લામા ફરજ બજાવતા સરકારી શિક્ષિકા એવા હેતલબેન એ. જાદવ અને તેમના પતિ સરકારી મેડિકલ ઓફિસર ડો. જયકિશનએ તેમની સગાઈની વર્ષગાંઠ નિમિતે છૂટક વેપાર કરતા ફેરિયાઓ અને તેમના પરિવારને માસ્કનું વિતરણ કરીને તેમને માસ્ક પહેરીને જ જરૂરી શોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને જ બહાર નીકળવા અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ મહાસંઘના મોરબી જિલ્લાના મહિલા પ્રમુખ હેતલબેન જાદવે અનુરોધ કરેલ હતો.

- text