મોરબી નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ક્લીનરનું મોત

- text


મોરબી : મોરબી નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ક્લીનરનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે તા.૧૭ ના રોજ મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ગાળા ગામના પાટીયાથી દોઢેક કિલોમીટર આગળ જેતપર પાસે ટ્રક ટેઇલર નં-GJ-12-BT-0847 નો ચાલક પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ ટ્રક ચાલકે પોતાના ટ્રક બેફીકરાઇથી ચલાવી ગાળા ગામના પાટીયા પહેલા રોડ ઉપર ટ્રક નં- GJ-12-BW-7430 માં પંચર હોય તે ટ્રક સાથે પાછળથી અથડાવતા આ અકસ્માતમાં ક્લીનર મનજીતસીંગ જગદીશસીંગને પેટના ભાગે તથા વાંસાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જીને પોલીસ મથકે જાણ કર્યા વગર આરોપી ટ્રક સ્થળ મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે બલવીરસિંહ રામચંદ પટોઇએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text