- text
૪૫,૫૨૧ પરપ્રાંતિય શ્રમિકોને ૧૨ ટ્રેન અને અન્ય વાહનો મારફત વતનમાં મોકલ્યા
વિવિધ ચેકપોસ્ટ ઉપર ૫૮૩૯૭ લોકોનું સ્ક્રિનીંગ, ૧.૭૨ લાખ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સને હેલ્થ પ્રમાણપત્ર, ૭૨,૮૧૦ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
મોરબી : કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેમાં લોકડાઉનનો નિર્ણય કોરોના સંક્રમણને રોકવા માટે સૌથી કારગર સાબીત થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી ચાર અલગ અલગ તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી શરૂ થઇ રહ્યો છે ત્યારે લોકડાઉન ૧-૨ અને ૩ દરમિયાન મોરબી જિલ્લામાં કોરોનાને કંટ્રોલમાં રાખવા થયેલ કામગીરી નોંધનીય બની રહી છે.
જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લોકડાઉનના સમયમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહ્યા છે.
કોરોનાના કહેરથી બચવા અને લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અવર-જવર ન કરે તેવા આશયથી પ્રથમ લોકડાઉન તા.૨૫મી માર્ચથી અમલી બનાવાયું. પ્રથમ તબક્કો તા. ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી જાહેર કરાયો હતો. વધતા કેસ સંદર્ભે બીજો તબક્કો ૧૫ એપ્રિલ થી ૩ મે દરમિયાન રહ્યો હતો. અને તા. ૪ મે થી ૧૭ મે સુધીનો ત્રીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. અને સોમવારથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થશે જેનો મોરબી શહેરમાં ખૂબ ચુસ્તતાથી અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરનું આ સંક્રમણ જિલ્લામાં એટલે કે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ન વધે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ રાત-દિવસ ખડેપગે કામ કરીને ‘‘કોરોના‘‘ ને એક ચોક્કસ લેવલ સુધી અટકાવવામાં સફળતા મેળવી છે.
લોકડાઉનના આ વિવિધ તબક્કાઓના થઈ આજ દિન સુધીમાં શું થયું? અને શું કર્યુ? એ જાણવું રસપ્રદ થઈ પડશે…
મોરબી જિલ્લા અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. મોરબી જિલ્લામાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ કોરોના સેનાનીઓ તરીકે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સત્વરે રક્ષાત્મક પગલા લેવા શરૂ કરી દેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨ પોઝીટીવ કેસ નોંધાયા છે અને તે પૈકી ૧ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને ૧ વ્યક્તિ સારવાર હેઠળ છે.
જિલ્લામાં ૨૫૧૭ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરીયડ પૂર્ણ કર્યો છે અને હાલ ૨૫૯૬ લોકો ક્વોરોન્ટાઈનમાં છે. ૧.૭૨ લાખ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સને પ્રમાણપત્ર અપાયા છે જ્યારે ૭૨,૮૧૦ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું છે. પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૨ ટ્રેન મારફતે ૪૫,૫૨૧ શ્રમિકોને તેમના વતન પરત કરવાની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી છે. આ ૧૨ ટ્રેનો ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ રાજયોમાં રવાના કરાઇ હતી. હજુ પણ ૧૦ ટ્રેન દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવશે. પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન ટ્રેન મારફતે મોકલતા સમયે શ્રમિકોને પાણી, છાસ અને ફૂડ પેકેટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સિરામિક એસોસીએશન તથા અન્ય સંસ્થાઓનો સહકાર મળ્યો હતો. નાગરિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી સમયે માહિતી મેળવવા માટે જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો તેમાં અત્યાર સુધીમાં ૧,૫૫૧ કોલ મારફતે વિવિધ પ્રકારના માર્ગદર્શન તંત્ર તરફથી આપવામાં આવ્યું હતું.
- text
મોરબી જિલ્લામાં લોકોની અવર-જવર નિયંત્રણ કરવી, શહેરોમાંથી આવતા લોકોનું સ્ક્રિનીંગ જેવા બહુઆયામી પગલા લીધા છે. શહેરમાં વિસ્તારમાં પ્રવેશતા માર્ગો પરની ૪ ચેકપૉસ્ટ પર ૫૮૩૯૭ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. વધુમાં, શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા તે પહેલા શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કુલ ૧,૦૧,૯૨૯ ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી પર નજર કરીએ તો લોકડાઉનનો ચુસ્ત અમલ માટે લોકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં ૨૯૦૫ લોકોની અટાકાયત કરાઈ છે. ૩૨૧૨ વાહનો ડીટેઈન કરાયા છે જ્યારે ૧૧૪૫ જેટલી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
પૂરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં PHASE-1 માં NFSA હેઠળ કુલ ૧,૧૫,૨૭૧ રેશનકાર્ડધારકો પૈકી ૧,૧૦,૧૩૨ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરેલ, તેમજ NON NFSA BPL હેઠળ કુલ ૩,૯૧૦ રેશનકાર્ડધારકો પૈકી ૨,૧૧૦ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરેલ, તેમજ NON NFSA APL-1 હેઠળ કુલ ૧,૩૬,૭૪૪ રેશનકાર્ડધારકો પૈકી ૮૭,૪૧૮ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ સરકારશ્રીની PMGKAY યોજના હેઠળ NFSA ના કુલ ૧,૧૫,૨૭૧ રેશનકાર્ડ પૈકી ૧,૦૨,૬૦૯ લાભાર્થીને અનાજ અપાયેલ છે તથા NON NFSA BPL ના કુલ ૩,૯૧૦ રેશનકાર્ડ પૈકી ૧,૯૪૩ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવેલ છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ ૮૫૬ કુટુંબો તથા ૨,૮૧૬ લાભાર્થીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ છે. PHASE-2 માં NON NFSA APL-1 હેઠળ કુલ ૧,૩૭,૬૦૦ રેશનકાર્ડધારકો પૈકી ૮૪,૩૮૫ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવેલ છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં શાકભાજી, દુધ અને કરીયાણાની હોમ ડીલીવરી આપવા માટે વિસ્તાર મુજબ વોટસઅપ નંબર બહાર પાડવામાં આવેલા હતા. તો મોરબી જિલ્લાના ઉદ્યોગકારોને ઉદ્યોગની પરવાનગી માટે કલેક્ટર કચેરીએ આવવુ ન પડે અને સોશ્યલ ડિસટન્ટ જળવાઇ રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા www.morbicollectore.in નામની લીંક બનાવવામાં આવી હતી. આ લીંક દ્વારા અત્યાર સુધીમાં ૪૮૯૨ ઉદ્યોગકારોને ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આમ, મોરબી જિલ્લામાં લોકડાઉનના ત્રણેય તબક્કામાં વહિવટી તંત્ર દ્વારા અજોડ કામગીરી કરવામાં આવી છે ત્યારે ચોથા તબક્કામાં પણ મોરબી જિલ્લાના નાગરિકો સરકારના નિયમોને ધ્યાને લઇ સાથ સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઇ છે.
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text