અન્ય જિલ્લામાંથી મંજૂરી વગર ચાર વ્યક્તિ મોરબીમાં આવતા ગુન્હો નોંધાયો

- text


ચારેય સામે બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો

મોરબી : કોરોના હોટ સ્પોટ રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી મંજૂરી વગર લોકોની મોરબી જિલ્લામાં આવવાનુ યથાવત રહ્યું છે. ત્યારે આજે ધોરાજી અને ધ્રાગંધ્રામાંથી મંજૂરી વગર ચાર વ્યક્તિ મોરબીના સામાકાંઠે અલગ-અલગ વિસ્તારમાં ઘુસી ગયા હતા. આથી બી ડિવિઝન પોલીસે આ ચારેય વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

કોરોના હોટસ્પોટ ગણાતા રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી મોરબીમાં આવવા માટે મંજૂરી લેવાની સ્પષ્ટ સૂચના હોવા છતાં મૂળ વતન મોરબી ધરાવવા અને હાલમાં અન્ય જિલ્લામાં રહેતા લોકો કોરોનાના ભયને કારણે ત્યાંથી મંજૂરી વગર મોરબી જિલ્લામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ અનેક વ્યક્તિઓ મંજૂરી વગર મોરબીમાં આવી રહ્યા હોવાથી પોલીસે આવા લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી જારી રાખી છે. ત્યારે વધુ ચાર વ્યક્તિઓ મોરબી જિલ્લામાં આવ્યા છે.

જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડીમાં રહેતા રાકેશભાઈ ડાયાભાઈ ભાલાણી અને મિતલબેન રાકેશભાઈ ભાલાણી મંજૂરી વગર મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેવા આવ્યા છે. આ જ રીતે ધ્રાગંધ્રામાંથી ભરતભાઈ જમનભાઈ વડાવીયા અને સંગીતાબેન અલ્પેશભાઈ કાનાણી મંજૂરી વગર મોરબીના મહેન્દ્રનગર ગામે આવી ગયા છે. આથી, બી ડિવિઝન પોલીસે આ ચારેય સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text