મહેન્દ્રગઢમાં સરપંચ દ્વારા માસ્ક વિતરણ કરાયું

- text


માળીયા (મી.) : મહેન્દ્રગઢ (ફગશીયા) ખાતે કોરોના મહામારી સામે રક્ષણ અને સાવચેતીના ભાગરૂપે મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે સરપંચ મુમતાજબેન મુસ્તાકભાઈ ભોરીયા, ઉપસરપંચ બાબુભાઈ બોપાલીયા તથા તલાટી ભરતભાઈ ખોખર હાજર રહ્યા હતા. સરપંચ દ્વારા ડોર ટુ ડોર ફરી માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું. તથા માસ્કના ઉપયોગ વિશે સમજાવવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા ગ્રામજનોના સહકારથી ગ્રામ પંચાયતની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ગામમાં સૅનેટાઇઝેશન, માસ્ક-રાશન વિતરણ, અને સ્વચ્છતા જાગૃતિના કામગીરી થઇ રહી છે.

- text