મોરબી જિલ્લાના શિક્ષકોએ એક દિવસનો પગાર સીએમ રાહત ફંડમાં જમા કરાવ્યો

- text


રૂ.52,13,417 મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરવામાં આવ્યા

મોરબી : કોરોનાની લડત માટે દરેક વર્ગના લોકો પોતાનાથી બનતું આર્થિક યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ત્યારે કોરોનાની લડત માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આગળ આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ કોરોનાની લડત માટે પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો.

- text

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક શંધ અને રાજ્ય સંઘના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગારનો ડ્રાફ્ટ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના શિક્ષકો દ્વારા રૂ.17,16,951, વાંકાનેર તાલુકાના શિક્ષકો દ્વારા રૂ.12,75,750, હળવદ તાલુકાના શિક્ષકો દ્વારા રૂ.12,16,055, ટંકારા તાલુકાના શિક્ષકો દ્વારા રૂ.5,86,924, માળીયા તાલુકાના શિક્ષકો દ્વારા રૂ.4,17,791 મળીને કુલ રૂ.52,13,417 મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરવામાં આવ્યા હતા. આ સિવાયના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.25 હજાર મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા તેમજ રૂ.50 હજાર મેઘાણીવાડી પ્રાથમિક શાળાના શક્ષિકા ગીતાબેન દેથરીયા દ્વારા અને રૂ.51 હજાર હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા આપવામાં આવ્યા હતા.

- text