હળવદના ખોડ ગામે લોકડાઉન વચ્ચે તીનપત્તિનો ખેલ ભારે પડ્યો : ૧૧ ઝડપાયા

- text


 રૂ.૨૫ હજારની રોકડ સાથે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી

હળવદ : હાલ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લ છે ત્યારે આજે હળવદ તાલુકાના ખોડ ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ શકુનિઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસ દ્વારા ઝડપાયેલા જુગારીઓ પાસેથી ૨૫૩૮૦ની રોકડ સાથે આરોપીઓને પોલીસ મથકે લાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પીઆઇ સંદિપ ખાંભલા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પોલીસ જવાનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ખોડ ગામે ભરતભાઈ કોળી ના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા ભરતભાઈ કેશાભાઈ કોળી, બાબુભાઈ મશરૂભાઈ કોળી, પ્રવિણસિંહ દીલુભાઈ ઝાલા, રમેશભાઈ ધનજીભાઈ મજેઠીયા, મહાવીરસિંહ અજુભા ઝાલા, વ્રજલાલ પોપટભાઈ પ્રજાપતિ, પ્રહલાદભાઈ માવજીભાઈ કોળી, પ્રવીણભાઈ ચુનીલાલ કંદોઈ,હમીરભાઇ લાભુભાઈ કોળી,પ્રહલાદભાઈ નાનજીભાઈ કોળી,વીરુભાઈ કેશાભાઈ કોળી સહિત વિજય ૧૧ આરોપીઓને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા

ઝડપાયેલા તમામ આરોપીઓને પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ જુગારીઓને જુગાર રમવાનો ચસ્કો એટલી હદે લાગ્યો છે કે આવા સમયે પણ જુગાર રમવાનું છોડતા નથી.

- text