વાંકાનેરમાં એસપીનું ઓચિંતું ચેકિંગ : ફૂટ પેટ્રોલિંગ કરી શહેરની હાલતનો તાગ મેળવ્યો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ વાંકાનેર શહેરનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, મામલતદાર પાદરીયા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તેમજ વાંકાનેર સીટી અને તાલુકાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જોડાયા હતા અને શહેરના રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ કરી શહેરના માહોલથી વાકેફ થયા હતાં. ફુટ પેટ્રોલીંગ દરમિયાન શહેરમાં લોક ડાઉનનુ પાલન ન કરતા અને સોશિયલ ડીસ્ટન્સિગ ન જાળવતાં લોકો પર જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરેલ. આ ઉપરાંત વાંકાનેરના શાકમાર્કેટમાં યોગ્ય સોશિયલ ડીસ્ટન્સિગ ન જળવાતું હોય બકાલાના થળા વાળાનો માલસામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

લોકડાઉનના આટલા સમય બાદ આજે વાંકાનેરમાં પોલીસની કડક કાર્યવાહી જોઈ લોકોમાં લોકડાઉનના નિયમોનું પાલન ન કરતાં લોકોમાં ફફડાટ જોવા મળેલ. જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લોકોને સવારના સમયમાં જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે બપોરે એક વાગ્યા સુધી છૂટછાટ મળે છે જેનો લોકો ગેરલાભ ઉઠાવી ખોટી ભીડભાડ કરતાં હોવાનું જાણવા મળેલ છે. બપોર બાદ વાંકાનેર શહેર પોલીસ લોકડાઉનના નિયમોનું સખતાઈથી પાલન કરાવતી હોય બપોર બાદ શહેરમાં સન્નાટો જોવા મળે છે.

- text