મોરબીની વી.સી.ટેક. હાઈસ્કૂલ અને ટંકારાની એમ.ડી. વિદ્યાલયમાં પેપર ચેકીંગ કાર્ય પૂર્ણ

- text


મોરબી : ટંકારાની એમ.ડી.વિદ્યાલય ખાતે ધો-10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પરીક્ષણ કાર્ય આજે પૂર્ણ થયું છે. સાથે મોરબીની વી.સી.ટેક.હાઈસ્કૂલમાં ધો-12 નામું અને હિસાબ વિષયનું પરીક્ષણ કાર્ય તા:17ના રોજ તેમજ આંકડાશાસ્ત્ર વિષયનું પરીક્ષણકાર્ય આજરોજ પૂર્ણ થયેલ છે. લોકડાઉન વચ્ચે આ પરિક્ષણ કાર્યમાં નિષ્ઠાભેર સહયોગ આપનાર આચાર્યો તથા શિક્ષકોનો જિલ્લા શિક્ષણાધિકારીએ આભાર વ્યક્ત કર્યો છે.

- text