મોરબી જિલ્લાના વધુ 2 લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાયા : આજે કુલ સાત શંકાસ્પદ નોંધાયા

- text


અગાવ પાંચ લોકો બાદ ચાર માસની બાળકી અને હળવદના 40 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા : બાળકીને રાજકોટ અને મહિલાને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ : બન્નેના રિપોર્ટ કાલે આવશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે પાંચ લોકો ઉપરાંત બે વધુ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીની ચાર માસની બાળકી અને હળવદની 40 વર્ષની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બાળકીને રાજકોટ અને મહિલાને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બન્નેના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલી દેવાયા છે.

- text

હળવદ તાલુકાના કડી ગામની 40 વર્ષની એક મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે મોરબી શહેરમાં એક ચાર માસની બાળકીને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બન્નેના સેમ્પલ.લઈને રિપોર્ટ મોકલાવી દેવાયા છે અને બન્નેના રિપોર્ટ કાલ સુધીમાં આવી જશે. આજે બુધવારે કુલ સાત શંકાસ્પદ કેસ મોરબી જિલ્લામાં નોંધાયા છે.

- text