વાંકાનેર શહેરના તમામ પ્રવેશદ્વારો બ્લોક : વિજિલન્સ ટીમોનો કડક બંદોબસ્ત

- text


સાવચેતીના ભાગરૂપે શહેરમાં કોઈને પણ બિનજરૂરી પ્રવેશ નહી અપાય

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાના સાવચેતીના ભાગરૂપે વાંકાનેર ઇનસિડેન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી દ્વારા શહેરના ચાર પ્રવેશદ્વારો ઉપર આજથી વિજિલન્સ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી, હવે વાંકાનેરમાં પ્રવેશવું અઘરૂ બની જશે અને લોકોને બિનજરૂરી આવતા અટકાવી દેવામાં આવશે. ઉપરાંત, ઓથોરાઇઝડ લોકોને પણ ડોકટરો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ પ્રવેશવા દેવામાં આવશે.

- text

મોરબી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બીજી બાજુ રાજકોટમાં કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે. જેથી, શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રાંત અધિકારી દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં શહેરના અમરસર ફાટક પાસે મહાવીરનગર રાતીદેવડી બાયપાસ ભાટિયા વે બ્રિજ પાસે ચંદ્રપુર નેશનલ હાઈવે શ્રીજી પોલીમર્સ સામે વાંકાનેર આ ચારેય સ્થળોએ ચેક પોસ્ટ ઉભી કરીને ચારેય ચેકપોસ્ટ પર વિજિલન્સ ટીમો સઘન ચેકીંગ હાથ ધરી કડક બંદોબસ્તની તૈયારી થઈ ચુકી છે. જેથી, હવે કોઈપણ વ્યક્તિને બીનઅધિકૃત રીતે પ્રવેશ અપાશે નહી યોગ્ય કારણોસર પરવાનગી સાથે આવેલા લોકોને આરોગ્ય તપાસણી કર્યા બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.

- text