મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 137 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 53, બી ડીવી.માં 14, મોરબી તાલુકામાં 6, વાંકાનેર સીટી.માં 25, વાંકાનેર તાલુકામાં 10, ટંકારામાં 6, હળવદમાં 13 અને માળીયા મી.માં 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ શનિવારે કુલ 137 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 53, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 14, મોરબી તાલુકામાં 6, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 25, વાંકાનેર તાલુકામાં 10, ટંકારામાં 6, હળવદમાં 13 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 10 સહિત કુલ 137 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે.

- text

ઉપરોક્ત કેસોમાં મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલી રાખવા બદલ 11 કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે ટોળા એકઠા કરવા બદલ કુલ 24 કેસો કરવામાં આવ્યા હતા જેમાં 105 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 1 કેસમાં 6 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. બિનજરૂરી અવર-જવરના 12 કેસો કરવામાં આવ્યા જેમાં 23 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કુલ 14 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના કુલ 48 કેસો કરવામાં આવ્યા હતા જેમાં 135 આરોપીની અટક કરવામાં આવી હતી જ્યારે 2 લોકો નાસી જતા તેની અટક કરવાની તજવીજ ચાલી રહી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text