મોરબી શાક માર્કેટમાં બકાલીઓ અને ફ્રૂટની રેંકડીઓ વાળાને છુટ્ટા છવાયા બેસાડાયા

- text


શાક-બકાલાના અને ફ્રૂટના ધંધાર્થીઓને વધુ લોકો નજીક નજીક એકઠા ન થાય એ માટે સમજણ-સૂચના અપાઈ

મોરબી : કોરોના સંક્રમણથી બચાવ માટે શહેરના શકમાર્કેટની અંદર તથા બહાર ઉભા રહેતા ફ્રૂટના ધંધાર્થી રેંકડી વાળાઓ અને દુકાનદારોને વધુ લોકો એકઠા ન થાય અને ખરીદી માટે આવેલા લોકો પણ દૂર દૂર ઉભા રહે તે માટે પોલીસ દ્વારા સૂચન, સમજણ આપવામાં આવી હતી અને તાકીદ કરાઈ હતી કે ઉક્ત સુચનાનું પાલન કરવાની તેઓ ખેવના રાખે. સાથો સાથ બકાલા માર્કેટમાં પણ ગેરકાયદે કબજો જમાવીને નજીક નજીક બેઠેલા શાકના ધંધાર્થીઓને ઉઠાડીને કાયદેસર બેસતા ધંધાર્થીઓને જ નિયત જગ્યાએ તેમજ દૂર દૂર બેસવાની તાકીદ પોલીસ દ્વારા કરાઈ હતી.

- text

આજે સવારે ઉઘડતી માર્કેટે લોકો શાકભાજી લેવા ઉમટી પડતા પોલીસે શાકભાજીના ધંધાર્થીઓને કડક તાકીદ કરી જાહેરનામાનો ભંગ ન થાય એ માટે સૂચિત કર્યા હતા. ડીવાયએસપી પઠાણ, એ.ડીવી. પીઆઇ ચૌધરી, મહિલા પીએસઆઈ વી.કે.ગોંડલીયા સહિતના પોલીસ સ્ટાફે ઉક્ત કામગીરી કરી નાગરિકો અને શાક બકાલાના ધંધાર્થીઓને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text