સજનપર ગ્રામ પંચાયતે કોરોના સંદર્ભે ગ્રામજનો જોગ જાહેર કર્યા તકેદારીના સૂચનો

- text


ટંકારા : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે સજનપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંદર્ભે આવશ્યક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

  • ગામલોકોએ પોતાના ઘર આસપાસ ક્યાંય કચરો ફેંકવો નહિ. પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે આવેલ વાહનમાં જ કચરો નાખવો.
  • ગામની કોઈપણ દુકાનોમાં ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પેપ્સી જેવી વસ્તુઓનું વેચાણ કરવું નહિ.
  • ગ્રામજનોએ જાહેર સ્થળોએ થૂંકવું નહિ, જો થુક્તાં પકડાઈ તો ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર જ રૂ. 500નો દંડ વસુલ કરવામાં આવશે.
  • સરકારી એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારો પર જ વિશ્વાસ કરવો. અફવાઓ પર ધ્યાન દેવું નહિ. સતર્ક રહેવું, સુરક્ષિત રહેવું.
  • કોઈપણ જાતની શારીરિક તકલીફ ઉદ્ભવે તો નજીકના સરકારી દવાખાને સારવાર માટે જવું.

- text