મોરબી : કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

- text


સરકારી આયુર્વેદ દવાખાનામાં ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ : છ દિવસમાં આશરે 2480 પૈકી ગઈકાલે 880 જેટલા લોકોએ ઉકાળાનો સ્વાદ માણ્યો

મોરબી : મોરબીમાં સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ કોરોના વાયરસ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના માર્ગદર્શન તેમજ સુચના મુજબ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાના વિતરણનું આયોજન ગત તા. 11થી કરવામાં આવી રહ્યું છે. આ ઉકાળાનું વિતરણ દરરોજ સવારે સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી રુમ નં. 31 ખાતે કરવામાં આવે છે. જેમાં લોકોને આ ઉકાળાનું વિતરણ કરીને આરોગ્યની કેવી કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે ગત તા. 11 થી 16 સુધી એમ કુલ છ દિવસમાં 2480 લોકોએ આ ઉકાળાનો સ્વાદ માણ્યો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં ૮૮૦ લોકોએ ઉકાળો પીધેલ છે. જનસામાન્યના આરોગ્યની સુખાકારી માટે આ અમૃતપેયનો લાભ લેવા માટે ડો. ખ્યાતિબેન ઠકરારે જાહેર જનતાને અનુરોધ કર્યો છે. આ ઉકાળાનો મોરબી સિવીલ હોસ્પિટલના ડો. એ. બી. યાદવ, ડો. ચિરાગ શાક્ય, ડો. આશા કાવર, ડો. ચાંદની કૈલા, ડો. ખ્યાતિબેન ઠકરાર, અને નિખિલભાઈ ગોસાઇ (ટીબી સુપરવાઇઝર) સહિતના સ્ટાફે પણ લાભ લીધો હતો.

- text