આઇ ખેડૂત પોર્ટલમાં ખેડૂતો ૩૦મી એપ્રિલ સુધી અરજીઓ કરી શકશે

- text


મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૦-૨૧ માટે સહાય યોજનાઓનો મહતમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૦-૨૧ માટે આઇ ખેડૂત પોર્ટલ તા.-૦૧/૦૩/૨૦૨૦ થી તા.-૩૦/૦૪/૨૦૨૦ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકેલ છે. જેનો લાભ ખેડૂત મિત્રોએ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.

- text

અરજી કરવા માટે પોતાના ગામમાં ઇ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૮-અ ની નકલ, આધાર કાર્ડ અને રાશન કાર્ડની નકલ અને બેન્ક ખાતાની વિગત સાથે લઈ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમય સર અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક પુરાવાઓ દિવસ-૭ માં વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયતે જમા કરાવવા ડી.બી.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.

- text