મોરબીમાં પગાર પ્રશ્ને આઉટસોર્સના કર્મચારીઓની હડતાલ

- text


કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફરજ પર હાજર ન થવાનો આઉટસોર્સ કર્મચારીઓનો નીર્ધાર

મોરબી : મોરબીના આઉટસોર્સના કર્મચારીઓએ 3 માસથી બાકી પગાર મુદ્દે અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે અને આ આઉટસોર્સના કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી છે. કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફરજ પર હાજર ન થવાનો આઉટસોર્સ કર્મચારીઓનો નીર્ધાર કર્યો છે.

- text

એમ.પી.એચ.ડબ્લ્યુ અને એફ.એચ.ડબ્લ્યુ મોરબી બ્લોક તમામ આઉટસોર્સના કર્મચારીઓએ ટી.એચ.ઓ.મોરબી ઓફિસરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આઉટસોર્સના કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી પગાર થયો નથી. તેથી, આ કર્મચારીઓને ઘરનું ગુજરાન ચલાવવામાં આર્થિક રીતે મુશ્કેલી પડે છે. જો કે તેમનો પગાર નિયમિત ન થવાથી અને કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા આ મામલે આઉટસોર્સના કર્મચારીઓએ તેમની કામગીરી બંધ કરી દીધી છે. તેથી, આ આવેદનપત્ર આપીને પગાર નિયમિત કરવા અને કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની માંગ કરી છે અને આ માંગણી જ્યાં સુધી ન સંતોષાઈ ત્યાં સુધી ફરજ ઉપર હજાર નહિ થવાનો આઉટસોર્સના કર્મચારીઓએ ચીમકી આપી છે.

- text