મોરબી : પીપળીયા ચાર રસ્તા પાસેના 3 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

- text


5 વર્ષમાં મોરબી જિલ્લાનું ધો. 10, 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સુધર્યું, ધો. 12 સાયન્સનું પરિણામ કથળ્યું

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં બોર્ડ દ્વારા કોઈ કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ જિલ્લા તંત્ર દ્વારા ગત વર્ષના સીસીટીવી ફુટેજને આધારે પીપળીયા ચાર રસ્તા પાસેની 3 બિલ્ડીંગને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. જેમાં અંદાજે 30 જેટલા બ્લોક હશે. આ તમામ બ્લોક ઉપર ખાસ ધ્યાન દેવામાં આવશે.

આ ઉપરાંત, મોરબી જિલ્લાના બોર્ડના પરિણામો ઉપર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. જ્યારે ધો. 12 સાયન્સનું પરિણામ દર વર્ષે કથળી રહ્યું હોવાનું આંકડા દર્શાવે છે.

- text

મોરબી જિલ્લાના છેલ્લા પાંચ વર્ષના પરિણામના આંકડાકીય વિગતો જોઈએ. તો ધો. 10નું પરિણામ વર્ષ 2015માં 60.02 ટકા, વર્ષ 2016માં 59.50 ટકા, વર્ષ 2017માં 71.17 ટકા, વર્ષ 2018માં 73.59 ટકા અને વર્ષ 2019માં 74.09 ટકા આવ્યું છે. આમ, ધો.10ના પરિણામમાં દર વર્ષે સુધારો જોવા મળી રહ્યો છે. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 2015માં 57.15 ટકા, વર્ષ 2016માં 51.31 ટકા, વર્ષ 2017માં 56.22 ટકા, વર્ષ 2018માં 56.40 ટકા અને વર્ષ 2019માં 84.11 ટકા આવ્યું છે.

જ્યારે ધો.12 સાયન્સનું પરિણામ 2015માં 95.04 ટકા, વર્ષ 2016માં 91.73 ટકા, વર્ષ 2017માં 93.92 ટકા, વર્ષ 2018માં 83.63 ટકા અને વર્ષ 2019માં 84.02 ટકા આવ્યું છે. આમ દર વર્ષે ધો.12 સાયન્સના પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

- text