મોરબી જિલ્લામાં રાહદારી કે વાહનચાલકો ઉપર રંગ ઉડાડવા પર પ્રતિબંધ : અધિક કલેક્ટરનું જાહેરનામું

- text


મોરબી : હાલ હોળી-ધુળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અકસ્માતો અટકાવવા, જાહેર શાંતિ, સુલેહ અને સલામતી જાળવવા, કોમી એખલાસ જાળવવા તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે, તે માટે મોરબીના અધિક કલેક્ટર કેતન પી. જોશી દ્વારા આજ રોજ મોરબી જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા. 8 માર્ચથી 10 માર્ચ સુધી અમુક કૃત્યો પર પ્રતિબંધ મુક્યો છે. જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઈપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહનચાલકો ઉપર કે વાહનો ઉપર કે રસ્તાઓ ઉપર ફેંકવા નહિ અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહિ, પોતાના હાથમાં રાખવા નહિ કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ કે અકસ્માત સર્જાય કે કોઈને કે પોતાને ઇજા કે હાનિ થાય, તેવી કોઈપણ પ્રવૃત્તિ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવો નહિ. તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

- text

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

- text