મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની જી.જે. ૩૬ AA નવી સીરીઝ શરૂ થશે

- text


પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- એએ (એએ)- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૦૬-૦૩-૨૦૨૦થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૧૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૨૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૨૧/૦૩/૨૦૨૦ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૨૨/૦૩/૨૦૨૦ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૨૩/૦૩/૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૨૩/૦૩/૨૦૨૦ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

- text

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text