ભક્તિનગર સર્કલ પાસે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

- text


મોરબી-રાજકોટ વચ્ચે ચાલતી હાઈવેની ધીમી કામગીરીથી રોજિંદી ટ્રાફિક સમસ્યા 

મોરબી : મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલી ફોરલેન બનાવવાની કામગીરીના અણઘડ આયોજનથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ત્યારે ગત સાંજે ભક્તિનગર સર્કલથી અજંતા સુધી દોઢેક કિલોમીટર લાંબા જામમાં વાહન ચાલકો અટવાયા હતા.

- text

ભક્તિનગર સર્કલ નજીક ચાલી રહેલી હાઈવેની કામગીરી દરમ્યાન રસ્તાની બાજુમાં ખોદવામાં આવેલ પાઇપ નાંખવાના ખાડાઓને કારણે રોડ સાંકડો થઈ ગયો છે. અન્ડરગ્રાઉન્ડ પાઇપ નાંખવાની આ કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. જેથી આ રોડ સાંકડો થઈ જવાથી અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ગત સાંજે દોઢેક કિલોમીટર જામ સર્જાતા વાહન ચાલકો રીતસર અકળાઈ ગયા હતા. ખાસ કરીને પિક અવર દરમ્યાન સર્જાતા ટ્રાફિક જામને લઈને લોકોને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં એકાદ કલાક જેટલું મોડું થયું હતું. જ્યારે વાહનોની લાંબી કતારને કારણે પેટ્રોલ-ડીઝલનો નાહકનો ધુમાડો થયો હતો. હાઇવે બનીને તૈયાર થાય ત્યારે ખરો પણ હાલ તો મોરબીવાસીઓ તંત્રની મંથરગતિથી ચાલતી કામગીરીને કારણે પારાવાર પરેશાની વેઠી રહ્યાં છે.

- text