મોરબી : પોલીસ ઉપર હુમલાના કેસમાં આરીફ મીરની એક વર્ષમાંથી પાંચ વર્ષની સજા વધારાઈ

- text


અગાઉ નીચલી કોર્ટે એક વર્ષની સજા ફટકાર્યા બાદ આજે ઉપલી કોર્ટે પાંચ વર્ષની સજા વધારી રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો : બીજા આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી : મોરબીમાં પોલીસ જમાદાર ઉપર હુમલો કરવાના કેસમાં અગાઉ પોલીસે આરીફ મીર સહિત બે આરોપીને એક વર્ષની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે આ કેસ ફરી આજે ઉપલી કોર્ટ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરીફ મીરની એક વર્ષમાંથી પાંચ વર્ષની કેદની સજા વધારી છે અને રૂ. 5 હાજરમાંથી રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે બીજા આરોપીને નિર્દોષ છોડી મુક્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2011માં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા આરીફ ગુલમામદ મીર દારૂ વેચવાના ગુનામાં નાસતો ફરતો હોય મોરબી સીટી પોલીસ મથકના ડી સ્ટાફના પોલીસ જમાદાર ચંદુભાઈ કાળુંભાઈ કલોતરા આરીફ મીરને દેશી અને વિદેશી દારૂના કેસમાં પોલીસ મથકે હાજર થવાનું સમન્સ પાઠવવા તેના ઘરે ગયા હતા. ત્યારે તેનો કાલિકા પ્લોટ પાસે ભેટો થઈ જતા પોલીસ જમાદારે તેને દારૂના કેસમાં પોલીસ સ્ટેશને હાજર થઈ જવાનું કહ્યું હતું. આથી, ઉશ્કેરાયેલા આરીફ મીર સહિતના શખ્સોએ આ પોલીસ જમાદાર ઉપર ઈંટથી હુમલો કર્યો હતો.

- text

આ કેસમાં આરીફ મીર અને રિયાઝ સામે ફરિયાદ નોંધાયા બાદ 29 ડીસેમ્બર, 2017 માં નિચીલી કોર્ટે 323, 332, 504, 506-2 સહિતની કલમો હેઠલ બન્ને આરોપીઓને એક વર્ષની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે આ કેસને સરકારે ઉપલી કોર્ટ એટલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં દાખલ કર્યો હતો અને આજે આ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વિજય જાનીની દલીલોને આધારે ડીસ્ટ્રીક જજ ઓઝા સાહેબે આરોપી આરીફ મીરની એક વર્ષની સજામાંથી પાંચ વર્ષની સજા કરી રૂ. 5 હજારમાંથી રૂ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બીજા આરોપી રિયાઝને નિર્દોષ છોડી મુક્યો હતો.

- text