નાનાભેલા-તરધરી રોડનુ ધારાસભ્ય મેરજાએ ખાતમુર્હત કર્યું

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉચ્ચકક્ષાએ કરેલી વારંવારની રજૂઆત ફળી : છ ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત

માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના તરધરી ખાતે રાજાશાહી સમયની કાચી સડક પાકી કરવા 2.40 કરોડ રુપીયા મંજૂર થતા તરધરી ગામે રોડનુ ખાતમુર્હત કરવામાં આવ્યું છે.

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાના હાથે તાજેતરમાં તરઘરી ખાતે સડક નિર્માણના કાર્યનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતુ. છ ગામોની વર્ષો જૂની પડતર માંગણીને મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત સરકારને પહોંચાડીને રજૂઆતો કરી હતી. રોડનું કામ મંજુર થઈ જતા આ રોડને જોડતા છ ગામના સરપંચો અને ગ્રામ્યજનો દ્વારા ખાતમુર્હતનુ આયોજન કરાયુ હતુ.

- text

આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, કોગ્રેસ પ્રદેશ મંત્રી કેડી બાવરવા, કોગ્રેસ તાલુકા પ્રમુખ બારેજીયા, કોગ્રેસ અગ્રણી રમેશભાઇ ફુલતરીયા, તરધરી સરપંચ ભાવેશભાઇ, નાનાભેલા સરપંચ લાલજી ચાવડા, ચમનપર સરપંચ અબ્દુલ ભાઇ, ભાવપર મનુભાઇ ગામી , ચાચાવદરડા રમણીકભાઇ, સરપંચ એસોસિએશન તાલુકા પ્રમુખ કુલદીપ સીહ જાડેજા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text