મોરબીના વોર્ડ નં. 11ના સ્થાનિકો દ્વારા ભૂગર્ભ ગટર સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત

- text


મોરબી : મોરબીના વોર્ડ નં. 11માં રહેતા સ્થાનિકો દ્વારા ભૂગર્ભ ગટર સમસ્યાનું નિરાકરણ લાવવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બની રહેલ ઓવરબ્રિજની સાઇડના રોડ ઉપર ભૂગર્ભ ગટરનુ ઢાંકણું તથા કુંડી તુટી જવાના કારણે રાહદારીઓને તથા અનેક વાહનચાલકોને પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તેમજ આ ભૂગર્ભ ગટર બંધ થવાના કારણે એપોલો હોલ પાસે શનાળાથી આવતું ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. જેના કારણે રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી તથા અસહ્ય દુર્ગંધનો ભોગ બનવું પડે છે.

- text

આથી, તાત્કાલિક આ કુંડીને રીપેર કરી યોગ્ય ઢાંકણું લગાવવા તથા ખુલ્લી ગટરને પાઈપ નાખી બંધ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં, થોડા સમય પહેલાં આ રસ્તા ઉપર એકસીડન્ટ થવાના કારણે એક મહિલાનું મોત પણ થયેલ હતું. આવી દુર્ઘટના ફરી ના બને તે માટે યોગ્ય પગલાં લેવા વોર્ડ નં. 11ના કે. કે. પરમાર, ભાવેશભાઈ કણજારીયા સહિતના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

- text