પીઠડમાં કાલે મંગળવારે ગૌશાળાના લાભાર્થે રામામંડળ

- text


મોરબી : પીઠડ ગામમાં આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ પ્લોટ વિસ્તાર ખાતે પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા રાત્રે 8-30 કલાકે રામામંડળ રમાશે। રામામંડળનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. આ તકે ધર્મેન્દ્રભાઈ મેંદપરા તથા ધીરેન્દ્રભાઈ હોથી દ્વારા ગ્રામજનોને રામામંડળ નિહાળવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text