હળવદમાં રેલવે ફાટક પર ઓવર બ્રિજ અથવા અંડર બ્રિજ માટે રેલવે વિભાગ તરફથી સકારાત્મકતા પ્રતિભાવ

- text


ફાટક પર બ્રિજ બનશે તો વર્ષો જૂની યાતનાનો આવશે અંત

હળવદ : તાલુકા ની જનતા માટે સારા સમાચાર રેલવે વિભાગની એક જાહેરાતથી આવ્યા છે. વેગડવાવ રોડ રેલવે ફાટક પર ઓવર બ્રિજ અથવા અંડર બ્રિજ માટે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારી AGM દ્વારા આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ આવે તે માટે સૈદ્ધાંતિક ખાતરી આપવામાં આવી છે. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હળવદવાસીઓ અને સ્થાનીય પત્રકારોએ ખાસી મહેનત કરી છે.

- text

વેગડવાવ રોડ સ્થિત રેલવે ફાટક દૂર કરી એ જગ્યાએ બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ ખાસી રજુઆત કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના સંસદસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રેલવે ડિવિઝનના ઉચ્ચ અધિકારીએ આ જગ્યાએ અંડરબ્રિજ અથવા ઓવર બ્રિજ બનાવવાને લઈને સકારાત્મક અભિગમ દાખવતા આવનારા દિવસોમાં એ દિશામાં સર્વે સહિતની કામગીરી શરૂ થશે એવો આશાવાદ સ્થાનિકો સેવી રહ્યા છે. અલબત્ત કેન્દ્ર સરકાર હસ્તક રહેલા રેલવે મંત્રાલય અને સ્થાનિક પાલિકા તંત્ર, ગુજરાત સરકારના ઘણાબધા વિભાગો સહિતના સંકલન બાદ આ લાંબી પ્રક્રિયા પુરી થતી હોય હળવદવાસીઓને રેલવે ફાટકની અસુવિધામાંથી ક્યારે મુક્તિ મળે છે તે જોવું રહ્યું.

- text