મોરબીમાં નવા બની રહેલા રોડ પર વીજપોલ તથા ટેલીફોનના પોલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ

- text


મોરબી : લોકસભાની ચુંટણી પહેલા ૯-૪-૨૦૧૯ ના રોજ મોરબી નગરપાલીકાને શહેરના વિવિધ રોડ બનાવવા માટે રજુઆત કરવામા આવી હતી. જે રજુઆતનુ ૯ મહીના બાદ અમલીકરણ થયુ છે. શહેરના વિવિધ માર્ગો બનાવવાની કામગીરી મોરબી નગરપાલીકાએ શરૂ કરી દીધેલ છે. તે બદલ મોરબી નગરપાલીકાના સતાધીશોનો લોહાણા સમાજના અગ્રણી નિર્મિત કક્કડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text

આ ઉપરાંત, તેઓ દ્વારા રોડનુ લેવલીંગ તેમજ કામકાજ વ્યવસ્થિત રીતે થાય, રસ્તા પર રહેલા વીજપોલ તેમજ ટેલીફોનના પોલની યોગ્ય વ્યવસ્થા થાય તેની તકેદારી મોરબી નગરપાલીકાના સતાધીશો રાખે તેવી માંગણી કરવામાં આવી છે. વધુમાં, વિવિધ સ્થળે ઉભરાતી ગટરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તેવી માંગણી નિર્મિત કક્કડ દ્વારા કરવામાં આવી છે.

- text