મોરબીમાં રહેણાંક મકાનમાં 15 બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે લીલાપર રોડ ઉપર ખડીયાવાસમાં આવેલા મુન્નાભાઈ વાલાભાઈના રહેણાંક મકાનની ઓરડીમાં દરોડો પાડીને 15 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.4500 પકડી પાડેલ હતો. જો કે આ શખ્સ સ્થળે મળી આવેલ ન હોય તેની સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text