મોરબી : યુવાન ઉપર તલવારથી હુમલો

- text


મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા શખ્સને સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયો

મોરબી : મોરબીમાં દારૂ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા જયેશ કાસુન્દ્રા ઉપર આજે કોઈ અજાણ્યા શખ્સોએ જુના મનદુઃખ મામલે તલવારથી હુમલો કરતા ભારે ચકચાર મચી ગઇ હતી.આ હુમલામાં તેને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયો છે.જોકે અંગત અદાવતમાં જયેશ કાસુન્દ્રા ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળે છે આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ક્રિષ્ના હોસ્પિટલમાં
દોડી ગયો હતો અને આ હુમલો કોણે ક્યાં કારણોસર કર્યો ? તે અંગે જાણવા માટે ઇજાગ્રસ્ત જયેશ કાસુન્દ્રાનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text